Friday, January 18, 2013

ઈમર્જન્સીમાં SMS કેવી રીતે કરશો...



એવું બને કે કોઈવાર રાત્રે તમારી કારનું ટાયર ફાટે અથવા તો કોઈવાર એવું બને કે તમે રસ્તા પર કોઈ કારણસર ફસાઈ ગયા હોવ તો તમારી મદદે તમારા મિત્રો આવી શકે અને તમને બચાવી શકે. સામાન્ય રીતે એસએમએસ મોબાઈલ પરથી થઈ શકે પણ એક કલીક દબાવીને છ જણાને આસાનીથી ત્વરીત SMS થઈ શકે છે. આ માટે www.circleof6app.comપર જઈને એન્ડ્રોઇડ સ્ટોર કે ઍપલ સ્ટોરની લીંકનો ઉપયોગ કરી મોબાઈલમાં ફ્રી એપ્લીકેશન ડાઉનલોડ કરો.

ત્યારબાદ ફોનની ફોનબુકમાં જઈને ઈમર્જન્સીમાં જેનો કોન્ટેક્ટ કરવાનો છે તે ૬ કોન્ટેક્ટને પસંદ કરો. Ask my circle માં જઈને બટન પસંદ કરો. ત્રણ આઇકોન સ્ક્રીન પર આવશે. જેમાં પ્રથમ CAR નો આઇકોન હશે જે તમે કારમાં ક્યાં અટક્યા છે તે લોકેશનની ડીટેલ તમે પસંદ કરેલા છ નંબરો પર મોકલી આપશે. બીજા આઇકોન ઘર બાબતે આવશે. જેમાં તમે અસલામતી અનુભવતા હોય તેવા મેસેજ આપી શકાશે. ત્રીજો આઇકોન ચૅટ અંગેનો હશે.
તમે આ છ કોન્ટેક્ટ ગમે ત્યારે બદલી શકશો. તમારા અન્ય મિત્રોને કહી દો કે તમે ઇમર્જન્સી માટેની એપ્લીકેશનનો ઉપયોગ કરો છો માટે મેસેજ ગંભીરતાથી લેજો
.

No comments:

Post a Comment