Tuesday, January 29, 2013

બ્લેકબેરી ૧૦ને ઇન્ડિયન ટચ!


જાન્યુઆરી, તા 29
વેચાણમાં સતત ઘટાડો
૨૦૧૦ના સેકન્ડ હાફ સુધી બ્લેકબેરીના વેચાણમાં સતત વધારો થયો હતો. જોકે ત્યાર પછી ૨૦૧૧માં તેના વેચાણમાં સતત ઘટાડો થયો હતો. બ્લેકબેરી ઓએસથી લઈને આઇડીસી જાણે માર્કેટમાંથી ગાયબ થઈ ગયા હતા. તેમ છતાં તેના વેચાણમાં વધારો થયો,પરંતુ તેના માર્કેટ શેર્સમાં ઘટાડો નોંધાયો હતો. વેચાણમાં ઘટાડો થતાં રિમે બ્લેકબેરી કર્વ જેવાં મોડલ્સની કિંમતો ઘટાડવી પડી હતી. રિમની શેરકિંમત ૬.૧૮ ડોલર રહી છે, જે નોકિયાની શેરકિંમત (૨.૪૭ ડોલર) કરતાં સારી છે, પણ તેની સામે એપલ (આઇફોન બનાવતી કંપની)ની શેરકિંમત ૬૮૬.૯૦ ડોલર છે. આના પરથી જ રિમ અને બ્લેકબેરીની હાલતનો અંદાજ લગાવી શકાય છે.
રિમ માટે ગેમ ચેન્જર?
કેટલાંક વર્ષ પહેલાં રિમના બ્લેકબેરી પ્રોફેશનલ્સની ઓળખ હતા, યુવાનોમાં પણ તેનો ક્રેઝ હતો, બ્લેકબેરીના ફોન્સ ખરીદવા માટે લોકો પડાપડી કરતાં હતાં, પરંતુ આઇફોન-૫, એન્ડ્રોઇડ જેવા સ્માર્ટફોન્સ આવ્યા બાદ બ્લેકબેરીનો માર્ગ કઠિન થઈ ગયો હતો. જે હાથમાં બ્લેકબેરી હતા તેની જગ્યા આઇફોન-૫, એન્ડ્રોઇડ, નોટ-ટુએ લઈ લીધી હતી. બ્લેકબેરીએ માર્કેટમાં ટકી રહેવા માટે તેના મોડલ્સની કિંમત પણ ઘટાડી હતી. એક સમયે વેચાણ વધારવા માટે બ્લેકબેરીએ તેના મોડલ્સની કિંમતમાં ૨૬ ટકાનો ઘટાડો કરી દીધો હતો. બ્લેકબેરી કર્વ ૮૫૩૦ની પણ કિંમતો રિમે ઘટાડી હતી. ત્યાર પછી રિમે બ્લેકબેરી ૧૦ને લોન્ચ કરવાની કવાયત હાથ ધરી હતી, પરંતુ તેના લોન્ચિંગમાં વારંવાર વિલંબ થતાં તેની પ્રતિષ્ઠા સામે પ્રશ્નો સર્જાયા હતા. હવે રિમની છેલ્લી આશા તેના નવા મોડલ બ્લેકબેરી ૧૦ પર છે, જે તેને પહેલાં જેવી લોકપ્રિયતા ફરી અપાવી શકે છે. બ્લેકબેરી ૧૦ ઓએસની ચર્ચા વિશ્વભરમાં થઈ રહી છે, કારણ કે આ મોડલ પાસેથી રિમને ઘણી બધી આશા છે, કારણ કે તેણે સિકર્સ અને ડેવલપર્સને ખુશ કરવાના છે. 
નવા ફોનના અદ્ભુત ફીચર, જે બ્લેકબેરીની લોકપ્રિયતા પાછી અપાવી શકે છે
ફોનમાં સ્પોર્ટ કેમેરા આપવામાં આવ્યો છે, જેમાં ટાઇમ શિફ્ટનું ઓપ્શન છે. તેની મદદથી મિલીસેકન્ડ જેવડા અંતરમાં ફોટો કેપ્ચર કરી શકાય છે. એટલે કે તમે તમારા બે મિત્રનો ફોટો લઈ રહ્યા હોવ ત્યારે આ કેમેરા બંને મિત્રના ચહેરાના બેસ્ટ એક્સપ્રેશનને કેચ કરી બેસ્ટ ફોટો કેપ્ચર કરે છે.
બ્લેકબેરી ૧૦ સ્માર્ટફોનમાં એક પણ હોમ બટન આપવામાં આવ્યું નથી. તેમાં ગશ્ચર બેસ હોમ પેજ ઓપ્શન આપવામાં આવ્યું છે, જે યુનિક છે.
બ્લેકબેરીના નવા ફોનમાં બેલેન્સ ફીચર આપવામાં આવ્યું છે, જે તમારી પર્સનલ લાઇફ અને ઓફિશિયલ લાઇફને બેલેન્સ રાખવામાં મદદ કરશે. બીબી ૧૦ ઓએસ સ્માર્ટફોનમાં તમે તમારા પર્સનલ ડેટા અને ઓફિશિયલ ડેટાને અલગ અલગ રાખી શકો છો.
ફોનમાં ફુલ ટચસ્ક્રીન આપવામાં આવ્યો છે. એટલે કે તેમાં કોઈ ફિલિકલ કી બોર્ડ ઓપ્શન નથી, જે બ્લેકબેરીના નવા મોડલની સૌથી મોટી ખાસિયત છે.
બ્લેકબેરી ૧૦માં સિંગલ ટચ અને સિંગલ સ્વાઇપનું ફીચર આપવામાં આવ્યું છે, જેની મદદથી તમે તમારો ડેટા અને બીજી સામગ્રી એક જગ્યાએ રાખી શકો છો.
સફળ થઈ શકવાનાં મુખ્ય ફેક્ટર
રિમ તેને એક સાથે ઘણા બધા દેશમાં લોન્ચ કરી રહી છે.
ફોનના મલ્ટિટાસ્કિંગ ઓપ્શન્સ બ્લેકબેરીની લોકપ્રિયતા પાછી લાવી શકે છે, એટલે કે ફોનમાં ઘણા બધા કામ એક સાથે કરી શકાય છે
કોઈ પણ મોડલની સફળતા પાછળ તેની કિંમત મોટું ફેક્ટર છે. બ્લેકબેરી ૧૦ની કિંમત ૪૮૦ પાઉન્ડ (૪૦,૦૦૦ રૂપિયા) છે.
બ્લેકબેરી ૧૦ને ઇન્ડિયન ટચ!
બ્લેકબેરીના સ્માર્ટફોન્સ પ્રોફેશનલ વર્ગ માટે તો ઉપયોગી છે, પણ યુવાન વર્ગમાં પણ તેનું ખાસ્સું આકર્ષણ છે. તેના નવા લોન્ચ થનારા આ ફોનનાં ફીચર એપ્લિકેશન્સ ભારતની ૫૭ કંપની દ્વારા ડેવલપ કરાયાં છે. કંપનીમાં ઇન્ટર્નશિપ કરતા વિદ્યાર્થીઓએ લગભગ ૧૫૦ એપ્સ વિકસાવ્યા છે. બ્લેકબેરી ફોન્સ બનાવતી કંપની રિસર્ચ ઇન મોશન (રિમ) ટૂંક સમયમાં જ તેના યૂઝર્સને ૧,૦૫,૦૦૦ એપ્સ આપી રહી છે, જ્યારે તેની સરખામણીએ એન્ડ્રોઇડ ૭,૦૦,૦૦૦ તથા એપલ ૭,૭૫,૦૦૦ એપ્સ આપે છે. અન્ય કંપનીઓ સાથેનું આ અંતર ઘટાડવા રિમે અલગ અલગ જગ્યાની પસંદગી કરી હતી, જેમાં તેણે ગયા વર્ષે એશિયામાં સૌપ્રથમ કેરળની પસંદગી કરી હતી.
કેનેડિયન કંપની રિસર્ચ ઇન મોશન (રિમ) બુધવારે નવા બ્લેકબેરી ૧૦ ઓએસની સાથે બે સ્માર્ટફોન લોન્ચ કરવા જઈ રહી છે. બ્લેકબેરીના આ નવા સ્માર્ટફોન્સને કંપની આઇફોન-૫, સેમસંગ ગેલેક્સી એસ ૩ અને નોટ-૨ની હરીફાઈમાં માર્કેટમાં ઉતારશે. લોન્ચિંગ સેરેમની વિશ્વના વિવિધ દેશમાં યોજાશે.
બીબી ૧૦ રિમને મોતનાં મુખમાંથી બહાર કાઢી શકશે?
૨૦૧૨માં Rim
૧લી મે
રિમે નવી ડિઝાઇનવાળો સ્માર્ટફોન લોન્ચ કર્યો.
૨૯મી મે
રિમના ઓપરેટિંગમાં નુકસાન થતાં કર્મચારીઓની છટણીની આગાહી કરી.
૨૮મી જૂન
બ્લેકબેરી ૧૦ લોન્ચ થવાનો હતો, પરંતુ તેનું લોન્ચિંગ પાછું ઠેલવામાં આવ્યું.
૧૨મી સપ્ટેમ્બર
આઇફોન-૫નાં લોન્ચિંગ સાથે બ્લેકબેરીનાં વેચાણને ફટકો પડયો.
૩૧મી ઓક્ટોબર
૫૦ વાયરલેસ કેરિયર્સ દ્વારા બીબી ૧૦ સ્માર્ટફોન્સનું ટેસ્ટિંગ કરાયું હોવાની રિમે જાહેરાત કરી.
પાંચમી નવેમ્બર

રિમે કહ્યું કે, તે ૨૦૧૩માં ૩૦મી જાન્યુઆરીએ બ્લેકબેરી ૧૦ લોન્ચ કરશે.

No comments:

Post a Comment