Friday, January 18, 2013

Phablet એટલે શું ?




Phablet એ મોબાઈલનું નામ છે. તેને Phonelet, tweener કે સુપર સ્માર્ટફોન પણ કહે છે. જે લોકોને મોટા સ્ક્રીનવાળા મોબાઈલ ફાવે છે તેમની જરૂરીઆતને સંતોષી શકાય એવા આ મોબાઈલ હોય છે. મોટા સ્ક્રીનવાળા મોબાઈલનું માર્કેટ વિશ્વમાં એશિયા-પેસિફીક દેશોમાં વઘુ હોય છે. જાપાન અને સાઉથ કોરીયામાં પણ તેની ડીમાન્ડ છે. ૨૦૧૨માં માર્કેટમાં આવેલા Phablet ભારતમાં ખૂબ ચાલે છે. લોકોને મોટા સ્ક્રીન ગમે છે. એવું પણ બને કે ૨૦૧૩નું વર્ષ Phablet ને અર્પણ કરવું પડે !! તાજેતરમાં લાસવેગાસ ખાતેના કન્ઝયુમર ઇલેકટ્રોનિક શૉમાં ચીનના ટેલિકોમ્યુનિકેશન ક્ષેત્રની મોટી કંપની ZTE કોર્પોરેશન અને હુઆવેઈ ટેકનોલોજીસ નામની કંપની ઇટાલીના ડિઝાઇનર સાથે મળીને તેનો નુબિયા Phablet બજારમાં મુકશે જેનો સ્ક્રીન પાંચ ઇંચનો હશે. જ્યારે દુવાઇવાળા ૬.૧ ઇંચના સ્ક્રીન માટે તૈયારી કરે છે. કહે છે કે લોકોને જે રીતે મોટો સ્ક્રીન જોઈએ છે તે જોતાં Phablet નું વેચાણ ચારથી પાંચ ગણુ વધે તેવો અંદાજ છે.

No comments:

Post a Comment