Sunday, May 26, 2013

ગોવાની યુવતીએ ટચ-ફ્રી ફોન ટેક્નોલોજી વિકસાવી


પણજી, તા. ૨૨
 એક સમય હતો જ્યારે ફોન ઓપરેટ કરવા માટે કી હોવી જરૂર હતી,જોકે બાદમાં ટચસ્ક્રીનનો જમાનો આવ્યો અને કી સિસ્ટમ ઓછી થઇ ગઇ પણ તમને જાણીને નવાઇ લાગશે કે હવે તેમારો ફોન તમારી ચેસ્ટાઓ અને ઇશારા પર કામ કરશે અટલે કે ટચ-ફ્રી સિસ્ટમથી કામ કરશે, ગોવાની એક યુવતીએ આમાં સંશોધન કર્યું છે.
હવાથી ઓપરેટ થશે આ ટેક્નોલોજી

આ સિસ્ટમ એવી છે કે જેને મોબાઇલમાં ઇન્સ્ટોલ કરવાથી યૂઝર્સ માત્ર હવાથી જ મોબાઇલને ઓપરેટ કરી શકશે. આ અદ્ભુત કહી શકાય તેવી શોધ છે ગોવાની એન્ડ્રે કોલકો નામની યુવતી ગ્રેજ્યુએશન પૂરું કરીને પ્રખ્યાત મીટ એટલે કે માસ એક્યુસેટ્સ ઇન્સ્ટિટયૂટ ટેકનોલોજીમાં પણ ડોક્ટરેટની ડિગ્રી લેવા જઇ રહી છે,જોકે તે પહેલાં તેણે મીટની એન્ટરપ્રિન્યરશિપ સ્પર્ધામાં ભાગ લીધો હતો અને ૧૦૦ ડોલર પણ જીત્યા હતા. જીતનું કારણ હતું એન્ડ્રેએ શોધેલી ટેકનોલોજી. આ યુવતીએ જણાવ્યું હતું કે આ ટેકનોલોજી પહેલાંની ટેકનોલોજી કરતાં ઘણી અલગ છેકારણ કે માત્ર તમારા હવાના ભાવથી જ આ સિસ્ટમ ઓપરેટ થાય છે એટલે કે તમારે તમારા ફોનને અડવાની પણ જરૂર નથીકારણ કે આ ટેકનોલોજી ટચ-ફ્રી છે. એન્ડ્રેની આ શોધની વધુ વિગતો તેણે જાહેર નથી કરીપરંતુ આ શોધથી તેને ગોવામાં અને ખાસ કરીને તે જે ઇન્સ્ટિટયૂટમાં અભ્યાસ કરી રહી છે ત્યાં તેની વાહ વાહ થઇ રહી છે. એન્ડ્રે પહેલેથી અભ્યાસમાં ખૂબ હોંશિયાર હતશતેના પિતા ફ્રાન્સની એક જાણીતી કંપનીમાં આસિસ્ટન્ટ ફાઇનાન્સ મિનિસ્ટર છે. એન્ડ્રે વર્કશોપ દ્વારા પણ પોતાની આ ખોજને લોકો સુધી પહોંચાડી રહી છે તેણે થોડા દિવસ પહેલાં જ દિલ્હી અને પૂનામાં વર્કશોપનું આયોજ ન કર્યું હતું.

No comments:

Post a Comment