બ્રિટન ઉપગ્રહ લોન્ચ કરવા ભારત મોકલાશે
ઉપગ્રહ ગૂગલ નેક્સસ ફોનથી કન્ટ્રોલ થશે
લંડન, તા.8
સ્માર્ટફોનથી સંચાલિત એટલે કે જગતનો પહેલો સ્માર્ટફોન સેટેલાઈન બ્રિટને લોન્ચ કરવા ભારને સોપ્યો છે. છ મહિનાનું આયુષ્ય ધરાવતો આ સ્માર્ટફોન સેટેલાઈટ ચલાવવા માટે તેમાં ગૂગલ નેક્સસ ફોન ફીટ કરી દેવાયો છે. બ્રિટને એ ઉપગ્રહને સ્ટ્રેન્ડ 1 એવું નામ આપ્યું છે. ભારતમાંથી 25મીએ તેનું લોન્ચિગ થશે.સપ્તાહના અંત સુધીમાં ઉપગ્રહ ભારત આવી પહોંચશે.

. એટલે હવે બધાની નજર એ મુદ્દા પર છે, કે લોકોની જીંદગીમાં સરળતા લાવી દેનાર ઉપકરણ અવકાશમાં કેવુંક કામ આપે છે. વિજ્ઞાનીઓએ ફોનમાં કોઈ તોડફોડ કર્યા વગર જ એમાં એક સોફ્ટવેર ફીટ કરી દીધું છે.
સ્માર્ટ ફોન 4.5 કિલોગ્રામ વજનના બોક્સમાં રખાયો છે. એ બોક્સમાં એક કાણુ પણ છે, જેમાંથી ફોનનો 5 મેગાપિક્સેલનો કેમેરા ફોટા પણ પાડશે. ભૂતકાળમાં ફોનના કેટલાક હિસ્સાઓ અવકાશમાં મોકલવામાં આવ્યા છે. આ વખતે પહેલી વખત આખો ફોન અવકાશની સફરે રવાના થશે.
3 કરોડના ઉપગ્રહ સાથે લાગલો આ ફોન ભવિષ્યના ઉપગ્રહો માટે મારર્ગદર્શક બનશે. જો પ્રયોગ સફળ રહેશે તો મોબાઈલમાં શોધાતી નવી નવી ટેકનોલોજી અવકાશમાં પણ લાગુ પાડી શકાશે.
No comments:
Post a Comment