Friday, March 7, 2014

નવી ભાષા શીખવા માટેની આઇફોન અને એન્ડ્રોઇડ એપ્લિકેશન Duolingo (ટેક-ટોનિક)

Mar 04, 2014 18:42



ટેક-ટોનિક- સ્મિથ સોલેસ
કોઈ પણ વ્યક્તિના માનસિક વિકાસ માટે ભાષાનું જ્ઞાાન અગત્યનો ભાગ ભજવે છે. ભાષા દરેક વ્યક્તિ માટે પોતાના જ્ઞાાન અને અભિવ્યક્તિ માટેનું માધ્યમ હોય છે. કેટલીક જગ્યાએ ઓફિસ ઇન્ટરવ્યૂમાં ભાષાના અજ્ઞાનને લીધે કેટલાક હોશિયાર યુવાનો સિલેક્ટ થતા નથી. મૂળ આઇફોન એપ્લિકેશન બજારમાં આવેલી એક એપ્લિકેશનનું લેટેસ્ટ એન્ડ્રોઇડ વર્ઝન ૨૦૧૪ના જાન્યુઆરીની ૩૦ તારીખે લોન્ચ થયું છે. આ એપ્લિકેશન એટલે Duolingo ફ્રી લેન્ગવેજ એપ્લિકેશન. આ એપ્લિકેશનને ૨૦૧૩માં આઇફોન દ્વારા બેસ્ટ શિક્ષણ આપતી એપ ઓફ ધ યર તરીકે એવોર્ડ આપવામાં આવ્યો હતો. તેને ગૂગલ દ્વારા પણ બેસ્ટ ઓફ ધ બેસ્ટ તરીકે સિલેક્ટ કરવામાં આવી હતી.
Duolingo કઈ રીતે ડાઉનલોડ કરી શકાય?
આ એપ્લિકેશન એપલ સ્ટોર અને ગૂગલ સ્ટોર પર સહેલાઈથી ડાઉનલોડ કરી શકાય છે. અન્ય સ્ટોર પરથી પણ આ એપ્લિકેશન ડાઉનલોડ કરી શકાય છે. ગૂગલ પર સર્ચ કરીને આ એપ્લિકેશનનું એન્ડ્રોઇડ કે એપલ વર્ઝન ફોન મુજબ ડાઉનલોડ કરી શકાય છે. આ એપ એપલ ઓપરેટિંગ સિસ્ટમના બધા ફોન તેમજ એન્ડ્રોઇડ ફોનની ૨.૨થી ઉપરની બધી સિસ્ટમના એન્ડ્રોઇડ ફોનને સપોર્ટ કરે છે.
Duoling ઉપયોગમાં લેવાની પદ્ધતિ
એપ્લિકેશન રજિસ્ટ્રેશન માટે પોતાના ઈ-મેઇલ આઇડીની માહિતી ભરવી જરૂરી છે. રજિસ્ટર કર્યા બાદ ઉપયોગકર્તાને આઇડી-પાસવર્ડ એપ્લિકેશનમાં જઈને લેન્ગવેજ સિલેક્ટ કરીને કોર્સ શરૂ કરી શકે છે. એપમાં વિવિધ ચિત્રો સાથે તે ચિત્રો, વસ્તુઓ અને આંકડાને લગતી માહિતી આપેલી હોય છે. આ પ્રમાણે કોઈક શબ્દોની વીડિયો ગેઇમ રમતા હોઈએ એવું પ્રથમ લાગે છે. જેમ જેમ યોગ્ય માહિતી શીખ્યા બાદ અમુક ચોક્કસ સ્ટેજ મુજબ રિવોર્ડ પોઇન્ટ્સ આપવામાં આવે છે.
એપ્લિકેશનની ઉપયોગિતા

આ એપની સૌ પ્રથમ ઉપયોગિતા નવી ભાષા શીખવવાની છે. સામાન્ય રીતે અંગ્રેજી ભાષામાં શબ્દભંડોળની જરૂર હોય ત્યારે આ એપ્લિકેશન અત્યંત ઉપયોગી છે. Duoling ફ્રી લેન્ગવેજ એપ્લિકેશન Spanish, French, Germanm, Portuguese, Italina અને English જેવી ભાષાને સહેલાઈથી ૧૦૦% મફતમાં શીખવાડતી એપ્લિકેશન છે. આ એપ્લિકેશનને વિવિધ શબ્દ રમતોવાક્યો સાથેના ટેસ્ટ સાથે જ સહેલાઈથી ચોક્કસ વિદેશી ભાષા શીખવામાં મદદ કરે છે. આ એપ્લિકેશનમાં વિવિધ ટેસ્ટ અને રમતો સરળ છે. વિદેશ જવા ભાષાની આઈ.ઈ.એલ.ટી.એસ. આપવી હોય કે સ્પેનીશ, ફ્રેન્ચ, જર્મન જેવી ભાષા શીખવી હોય તો આ એપ ઉપયોગી છે. ફોનમાં જીપીઆરએસ કનેક્ટ કરીને આ એપ્લિકેશનની મદદથી વિવિધ ભાષાઓ શીખી શકાય છે. આ એપ્લિકેશન યુનિવર્સિટી લેવલ સુધીનું ભાષાજ્ઞાન આપે છે. જે ભાષાજ્ઞાન ૩૪ કલાક અને ૧૧ અઠવાડિયાં સુધી સળંગ લેક્ચર સાંભળવા કે શીખવા જેટલું છે. સામાન્ય રીતે વિવિધ ભાષાના ક્લાસીસ ભરવા યોગ્ય સમય ન મળતો હોય ત્યારે આ એપ્લિકેશન જરૂરી છે. અભ્યાસનું માધ્યમ સુધારવાના એક પ્રયાસ તરીકે પણ આ એપ્લિકેશન ઉપયોગી છે. કોઈક ગેઇમ જે રસપ્રદ હોય અને જ્ઞાન આપતી હોય તેમ આ એપ્લિકેશનમાં વિવિધ પિક્ચર ગેઇમ્સ આપેલી હોય છે.

Thursday, January 30, 2014

હવે સ્માર્ટ ફોનનો કેમેરો પણ રોટેટ થઈને ફોટો પાડી શકશે


નવી દિલ્હી, 30 જાન્યુઆરી

હવે એક એવો ફોન આવી ગયો છે જેનો કેમેરો ફરી શકશે અને ફોટો પાડી શકશે. અત્યાર સુધી ફોનમાં કેમેરો એક જગ્યા પર જ સ્થિર હોય છે અને ફોટો પાડવા માટે ફોન જ ફેરવવો પડે છે. પરંતુ હવે ચીનના હેન્ડસેટ નિર્માતા દ્વારા બનાવવામાં આવેલા ઓપ્પો કંપની દ્વારા ભારતીય બજારમાં એક નવો ફોન લોન્ચ કરવામાં આવ્યો છે. આ ફોનનું નામ ઓપ્પો એ-1 છે. આ ફોન સાથે કંપનીએ તેમના વેપારની શરૂઆત ભારતમાં કરી છે.

આ ફોન ચીનમાં સપ્ટેમ્બર મહિનામાં લોન્ચ કરવામાં આવ્યો હતો પરંતુ ભારતમાં હવે તેનુ લોન્ચિંગ કરવામાં આવ્યુ છે. આ ફોનમાં ઉપરની સાઈડમાં કેમેરો ફીટ કરવામાં આવ્યો છે. આ કેમેરો રોટેટિંગ છે અને તે દરેક દિશામાં ફરીને ફોટો પાડી શકે છે. આ હેન્ડસેટ એન્ડ્રોઈડના વિકલ્પ પર આધારિત છે. તેની સ્ક્રીન 5.9 ઈંચ છે અને તેમાં 1.7 ગીગાહર્ટઝ ક્વાલકોમ સ્નૈપડ્રેગન 600 પ્રોસેસરથી પાવર લે છે. તેની રેમ 2જીબી છે. આ ફોનનો કેમેરો 13 મેગા પિક્સલનો છે. આ કેમેરો 206 ડિગ્રી સુધી રોટેટ થઈ શકે છે અને તેમાં ડ્યુઅલ એલઈડી ફ્લેશ પણ છે.

આ ફોનમાં 3610 mahની બેટરી છે જે સારો ટોકટાઈમ આપે છે. તેમાં 16 અને 32 જીબી સ્ટોરેજ ક્ષમતા છે. આ સિવાય તેમાં વાઈ-પાઈ, બ્લૂટૂથ 4.0, એનએફસી અને ડીએલએનએ પણ છે. આ ફોનની કિંમત રૂ. 39,999 રાખવામાં આવી છે. કંપનીએ બોલિવૂડ સ્ટાર હ્રિતિક રોશન અને સોનમ કપૂરને આ મોબાઈલ ફોનના બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યા છે.