Monday, February 11, 2013

જગતનો પહેલો સ્માર્ટફોન સેટેલાઈટ ભારતમાંથી લોન્ચ થશે


બ્રિટન ઉપગ્રહ લોન્ચ કરવા ભારત મોકલાશે


ઉપગ્રહ ગૂગલ નેક્સસ ફોનથી કન્ટ્રોલ થશે


લંડન, તા.8
સ્માર્ટફોનથી સંચાલિત એટલે કે જગતનો પહેલો સ્માર્ટફોન સેટેલાઈન બ્રિટને લોન્ચ કરવા ભારને સોપ્યો છે. છ મહિનાનું આયુષ્ય ધરાવતો આ સ્મા
ર્ટફોન સેટેલાઈટ ચલાવવા માટે તેમાં ગૂગલ નેક્સસ ફોન ફીટ કરી દેવાયો છે. બ્રિટને એ ઉપગ્રહને સ્ટ્રેન્ડ 1 એવું નામ આપ્યું છે. ભારતમાંથી 25મીએ તેનું લોન્ચિગ થશે.સપ્તાહના અંત સુધીમાં ઉપગ્રહ ભારત આવી પહોંચશે.

. એટલે હવે બધાની નજર એ મુદ્દા પર છે, કે લોકોની જીંદગીમાં સરળતા લાવી દેનાર ઉપકરણ અવકાશમાં કેવુંક કામ આપે છે. વિજ્ઞાનીઓએ ફોનમાં કોઈ તોડફોડ કર્યા વગર જ એમાં એક સોફ્ટવેર ફીટ કરી દીધું છે.

સ્માર્ટ ફોન 4.5 કિલોગ્રામ વજનના બોક્સમાં રખાયો છે. એ બોક્સમાં એક કાણુ પણ છે, જેમાંથી ફોનનો 5 મેગાપિક્સેલનો કેમેરા ફોટા પણ પાડશે. ભૂતકાળમાં ફોનના કેટલાક હિસ્સાઓ અવકાશમાં મોકલવામાં આવ્યા છે. આ વખતે પહેલી વખત આખો ફોન અવકાશની સફરે રવાના થશે.

3 કરોડના ઉપગ્રહ સાથે લાગલો આ ફોન ભવિષ્યના ઉપગ્રહો માટે મારર્ગદર્શક બનશે. જો પ્રયોગ સફળ રહેશે તો મોબાઈલમાં શોધાતી નવી નવી ટેકનોલોજી અવકાશમાં પણ લાગુ પાડી શકાશે.