Thursday, December 20, 2012

નવું મોબાઇલ ફોટો ફેસબુકસિંક ફીચર

Dec 06, 2012
નેટ વર્કિગ
ફેસબુક મોબાઇલ એપ ફોટો સિંક ફીચર આઇઓએસ અને એન્ડ્રોઇડ મોબાઇલ્સમાં ઘણા સમયથી યૂઝર્સ દ્વારા પસંદ કરવામાં આવી રહી છે. તેને ઘ્યાનમાં રાખીને ફેસબુકે આ ફીચર હવે તેના તમામ યૂઝર્સ માટે શરૂ કર્યું છે. ફોટો સિંક ફીચર કેમેરા ડિવાઇસ દ્વારા લેવાયેલા તમામ ફોટોગ્રાફ્સ ફેસબુક પર અપલોડ કરે છે. પહેલાના સમયમાં યૂઝરે ટાઇમલાઇન પર ફોટોઆલ્બમ અપલોડ કરવા માટે ફોલ્ડરની અંદર જવું પડતું હતું અને તેની અંદર જઇને મેન્યુઅલી એક- એક ફોટો અપલોડ કરવો પડતો હતો. તેને કારણે યૂઝરનો સમયતો બગડતો જ હતો સાથોસાથ આ પ્રક્રિયા કંટાળાજનક બની જતી હતી. જેને કારણે યૂઝર કંટાળીને ફોટોઝ અપલોડ કરતો નથ્ હતો. યૂઝરની આ વાતને ખાસ ધ્યાનમાં રાખીને ફીચર ડિઝાઇન કરવામાં આવ્યું છે. આ ફીચર આમ તો ગૂગલ પ્લસ અને એપ્પલના આઇ ક્લાઉડને મળતું આવે છે. આગામી સમયમાં આઇ ક્લાઉડ તમામ યૂઝર માટે અવેલેબલ બનશે. ફેસબુક એપ યૂઝર્સ સેટિંગ્સમાં જઇને આ ફીચર એનેબલ્ડ કરી શકશે.

No comments:

Post a Comment